દાંગવ આખ્યાન (3) દાંગવરાજાએ ઘોડી આપવાની માથામાં વાગે એવી ના પાડી હતી. એ જાણીને બલભદ્રના ગુસ્સાનો પાર રહ્યો નહીં.. "એ દાંગવો એના મનમાં સમજે છે શું..? આપણું આવુ ઘોર અપમાન ? સેનાપતિને કહો.. ચડાઈ માટે તૈયારી કરે.. બળજબરી તો બળજબરી...એ ઘોડી તો હવે એને કોઈ પણ હિસાબે આપવી જ પડશે..!" બલભદ્રે યુદ્ધ કરવાની ધમકી આપી. "દાઉ..એમ કોઈ નિર્બળ ઉપર આપણે બળજબરી કરી શકીએ નહીં. કોઈની વસ્તુ આપણને માગવાનો કોઈ અધિકાર નથી.હું યુદ્ધ કરવાના પક્ષમાં નથી.એ ઘોડી વગર આપણું કોઈ કામ અટકી પડે તેમ નથી. છોકરું ન સમજે પણ તમે તો વડીલ છો.." કૃષ્ણએ કહ્યુ. પ્રદ્યુમને જીદ કરી