આર્યરિધ્ધી - ૪૭

(27)
  • 2.7k
  • 1.1k

સાંજનો સમય થયો હતો ત્યારે રાજવર્ધન પોતાના રૂમમાં બેસીને વિચારી રહ્યો હતો કે હવે આગળ શું કરવું જોઈએ જેથી રિદ્ધિ તેના બાળકનું ડીએનએ આપવા માટે તૈયાર થઈ જાય. ત્યાં દરવાજો નોક થયો એટલે તેણે દરવાજો ખોલ્યો તો સામે મેઘના ઊભી હતી.આ જોઈને રાજવર્ધન કઈ બોલ્યો નહીં. મેઘના રૂમમાં આવી એટલે તેણે દરવાજો બંધ કરી દીધો ત્યારબાદ મેઘના રાજવર્ધન સામે જોઈને બોલી, “તું કેમ મને ઈગનોર કરી રહ્યો છે, હું તારી પત્ની છું. મારા પર ફક્ત તારો હક છે અને તારી દરેક તકલીફ, દુઃખમાં સાથ આપવો એ મારી ફરજ છે. તું મને તારી તકલીફ જણાવી શકે છે.” આટલું સાંભળીને રાજવર્ધને મેઘનાને ગળે