એક ગીતની કહાની

  • 4.6k
  • 1.5k

મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. ક્યા બોલે મોર ક્યાં બોલે મારે ટોડલે બેઠો.. જ્યારે હું નાની હતી ત્યારે આ ગીતના બોલ મારા નાનીમાને અવારનવાર ગણ-ગણાવતા સાંભળ્યા હતા. વાત એમ છે કે આપણે સૌ આપણા બાળપણમાં જ્યારે સ્કૂલમાં વેકેશન પડે ત્યારે મામાના ત્યાં અથવા તો ફોઇ ને ત્યાં વેકેશન ની રજાઓ માણવા માટે જતા હોઇએ છીએ. જોકે હવે આ ટ્રેન્ડ લુપ્ત થવા જઇ રહ્યો છે. પણ સાચું કહું તો મારા માટે તો મામાના કે ફોઈના ત્યાં જેવું એ કાશ્મીર પ્રવાસ જેટલી જ ખુશી આપતું હતું. ખાવા-પીવાનું, ભાઈઓ બહેનો સાથે રમવાનું, મામા માસી ની કે પછી કાકા અને ફોઈની બાળપણની