સિધ્ધસંત શ્રી ફક્કડાનાથબાપા - 5

(16)
  • 5.5k
  • 2
  • 2.2k

(માનબાઈ) સવંત 1890 આ શ્રાવણ માસની અજવાળી બીજ નો દિવસ છે સાંજનો વખત છે રાત્રિના જગ્યામાં ભજનભાવ રાખેલો છે, દિવસ આથમવાથી એક ભરવાડ પોતાની એકખડાઇ એટલે કે ભેંસ લઈ જગ્યા પાસેથી નીકળ્યો, ફકડાનાથ બાપા યે હાકલ કરી અલ્યા ગોવાળ ઉભો રહે આ તારી ભેંસ દોહી અને આજે રાત્રે ભજન છે તે માટે દૂધ જોઈએ તો દોઈ દે, ભરવાડ હાથ જોડીને બોલ્યો બાપા ભેંસ વરોળ છે, ( એટલે કે ક્યારે પણ વિયાય નહીં તેવી )બાપુ ઘરની ઉછેરેલી પાડી છે દશેક વર્ષની થય પણ વીયાતી નથી અને ઘરની ઉછેરેલી હોવાથી મુકતા જીવ ચાલતો નથી, આ પાડી રખડે આવું ન થાય તે માટે