૯) પોઝીટીવ રહો. સમસ્યાનુ સમાધાન લાવવા માટે સૌ પ્રથમતો સમસ્યાઓને હકારાત્મક દ્રષ્ટીકોણથી જોતા શીખવુ જોઇએ. જ્યાં સુધી તમે તેને આવા દ્રષ્ટીકોણથી નહી જુઓ ત્યાં સુધીતો નાની એવી સમસ્યા પણ તમને મોટા પહાડ જેવડીજ લાગશે. આવી નાની નાની બાબતોજ કઠીન લાગવા લાગે તો જે ખરેખર જટીલ બાબતો છે એ તો આપણા માટે અશક્યજ બની જાય એટલેકે સમસ્યાઓને એક યોગ્ય દ્રષ્ટીકોણથી મુલવવામા આવે તો કઠીન લાગતા કાર્યોને પણ સરળ બનાવી શકાતા હોય છે. સામાન્ય રીતે એવુ જોવા મળતુ હોય છે કે મુશ્કેલીઓ, દુ:ખ કે અડચણો આવે છે ત્યારે વ્યક્તી હાંફળો ફાંફળો બની જતો હોય છે, તે એવી ચીંતાઓ કરવા લાગતો હોય છે કે હવે