અત્યંત ગરીબ યુવાન જગમશહૂર ખેલાડી બન્યો! કારમી ગરીબીમાંથી આગળ આવીને પણ કોઈ માણસ જગવિખ્યાત બની શકે એનો જીવતોજાગતો પુરાવો: જેસન ડૅ સુખનો પાસવર્ડ આશુ પટેલ ૧૨ નવેમ્બર, ૧૯૮૭ના દિવસે ઓસ્ટ્રેલિયાના બ્યૂડેસર્ટમાં એલ્વિન ડેની પત્ની ડેનિંગે એક પુત્રને જન્મ આપ્યો. તેમણે એ પુત્રનું નામ જેસન પાડ્યું. એલ્વિનની આર્થિક સ્થિતિ સારી નહોતી. તેનું કુટુંબ એવી જગ્યામાં રહેતું હતું, જ્યાં ઘેટાબકરા રખાતા હોય. આર્થિક સ્થિતિ ખરાબ હતી અને એલ્વિનનો સ્વભાવ પણ આક્રમક હતો. અધૂરામાં પૂરું તે શરાબનો બંધાણી પણ હતો. ગરીબીને કારણે એલ્વિન હતાશ રહેતો હતો અને વાતવાતમાં ઉશ્કેરાઈ જતો હતો. એ સ્થિતિમાં તેનું કુટુંબ દુખી રહેતું હતું. શરાબના નશામાં કે હતાશામાં તેનો