આત્મમંથન - 6 - વોટસઅપ રાખડી

(13)
  • 4.1k
  • 2
  • 1.5k

વોટસઅપ રાખડી અનેરી, નામ પ્રમાણે અનેરી- વિચારોમાં અને આચારોમાં. તેનું બધું કામ અનેરું એની વાત જ ન્યારી. હસતી-રમતી, કૂદતી-નાચતી જીવન જીવે. અલ્લડ પોતાનું મનનું કરે. વળી તેના શોખ પણ અનેરા. જીદ્દી પણ એટ્લી. કરે પણ શું ? કુદરતે તેની સાથે અનેરો ખેલ રમેલો, સરસ મઝાનું જીવન જીવવા મોક્લી હતી કે આખી જીદંગી તેને આપેલો રોગ સાથે ઝઝુમવા ? કોને ખબર નસીબ ના ખેલ, કર્મ ના હિસાબ કે પછી કોઇ ચમત્કાર. વાત એમ છે કે જન્મ ના છ માસ બાદ ૯૦% પોલિયો થઇ ગયેલો. સહેજ પણ હલીચાલી ના શકે. દેખાવે તો રૂપ રૂપનો અંબાર. કોઇની જાણે નજર જ લાગી ગઇ. ધીમે ધીમે મોટી