શ્રદ્ધા ની સફર - ૫ કોલેજ ની સફરવૃષ્ટિ સાથે મિત્રતા થયા પછી શ્રદ્ધા ના માતા પિતા તેમજ શ્રદ્ધા ના દાદા દાદી ની શ્રદ્ધા માટે ની ચિંતા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. ચિંતા માં ભાગ પડાવવા વૃષ્ટિ જો આવી ગઈ હતી.કુશલ નું બી.એસ.સી. પૂરું થયા ને લગભગ ત્રણેક વર્ષ જેવો સમય થઈ ગયો હતો. પરંતુ એ હજુ આગળ એમ.બી.એ. નો અભ્યાસ કરવા ઈચ્છતો હતો. એટલે એના માટેની પરીક્ષા ની તૈયારી કરી રહ્યો હતો. અને સાથે સાથે એક કોમ્પ્યુટર ક્લાસ માં એ શિક્ષક તરીકે ની પાર્ટ ટાઈમ જોબ પણ કરી રહ્યો હતો. અને એના લગ્ન માટે સારા ઘરની છોકરીઓની શોધ પણ