પ્રેત યોનિની પ્રીત... - 34

(124)
  • 7k
  • 9
  • 2.9k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-34 વિધુ અને વૈદેહી નક્કી કર્યા મુજબ અંધેરી વેસ્ટ સ્ટેશન બહાર મળ્યાં. એકમેકને મળીને ખૂબ આનંદ થયો. બંન્નેની આંખો ઉભરાઇ આવી જાણે કેટલાય વર્ષોનાં વિરહ પછી મળ્યાં. વિધુએ કહ્યું "વહીદુ લવ યુ ભગવાન કેવો સરસ મેળાપ કરી આપ્યો છે અહીં બહારનાં શહેરમાં પણ. વૈદહીએ કહ્યું "તારું કામ નિપટાવીને આવ્યો છે ને ? નહીંતર તારાં મનમાં એનાં વિચારો અને ઉચાટ રહેશે. પ્લીઝ.. વિધુએ કહ્યું "અરે ડાર્લીંગ બધું નીપટાવીને આવ્યો છું સાવ નિશ્ચિંત જ છું. અને તું કહીને આવી છું ને કોઈ ચિંતા વિના ? વૈદહીએ કહ્યું "હું તો માંને કહીને નીકળી ગઇ છું કાંઇક શોપીંગ કરીને આવુ છું. બહાનું