દેવલી - 8

(25)
  • 3.6k
  • 3
  • 1.2k

.....ગોરી ગોરી કલાઈવાળા સુંદર હાથ હતા.નરોતમના જમણા પગ પર દેવલીનો હાથ ધીરે ધીરે ઢીંચણ સુધી સરકવા લાગ્યો.સરકતા હાથ પરની કંગનની ઘૂઘરીયો ખનન...ખનન...થતી હતી.જીવણ પોતાની હોંશિયારી દાખવતો સહસાજ કૂદવા ગયો.પણ,દેવલીનો તે હાથ સર્પેણ પેઠે કૂદયો ને જીવણનો તે પગ દોઢેક ફૂટ હવામાંજ સ્થિર થઈ ગયો.એકદમ શ્યામ ને કાળી મજજર રૂંવાટીથી તે હાથ પર પાતળી ગરુડવેલ ફૂટવા લાગી.તે વેલ ચિતાવરી વેલની જેમ દેખાતી હતી પણ,જાણે જીવણો સર્પ હોય અને તેનો શિકાર કરવા મથતી હોય તેમ ગરુડ વેલ તેના પગે વીંટળાઈ વળી.એકદમ ગરુડવેલની ફરતે રુવાંટી ઊગી નીકળી.દેવલીનો હાથ હવે હાથ નહોતો રહ્યો પણ,રુવાંટીથી ભરેલું જાણે કાળું મજજર થડ જોઈ