ખાના ખરાબી - 3 - છેલ્લો ભાગ

(12)
  • 3.2k
  • 1.4k

મોડી રાત થઈ ચૂકી હતી. ભોળાકાકા ખાટલા પર સૂતા હતા અને તેમની પત્ની પ્રભાબેન તેમની બાજુમાં નીચે જમીન પર ગાદલું પાથરી સુતા હતા. ભોળાકાકાના સુખી અને શાંત જીવનમાં અચાનક જ વિઘ્ન આવી ચડ્યું. કાલે સવારે કોર્ટમાં હાજર થવાનું હતું. એ બાબતે તમને ઊંઘ આવવા દીધી ન હતી. ગયા જન્મમાં કશાક પાપ કર્યા હશે તેઓ મનમાં અહેસાસ થવા લાગ્યો. પથારીમાં આમથી આમ પડખા ફેરવી રહ્યા હતા. પ્રભાબેન પણ પતિની મન:સ્થિતિ જાણતા હતા. તેમને પણ ઊંઘ આવતી ન હતી. આખરે તેઓએ ઉભા થઇ પતિના કપાળ પર હાથ મુક્યો. "તમારું કપાળ તો ધગે છે. તાવ આવ્યો લાગે