બેધડક ઈશ્ક - 3

(20)
  • 3.2k
  • 1
  • 1.9k

બેધડક ઈશ્ક ભાગ-3પાર્થ આર્યા સાથે પરીક્ષા વિશે ચર્ચા કરી તેને ઘરે મૂકી જાય છે ત્યારબાદ પાર્થ સીધો જ ગાડી લઈ શ્રુતિ ને મળવા જાય છે. શ્રુતિ એ GUJARAT ATS મા અમદાવાદ બ્રાંચની હેડ છે અને પાર્થના પપ્પા રમેશ ભાઈ અને શ્રુતિ ના પપ્પા દિપકભાઈ બિઝનેસ ના કારણે એકબીજાને છ વર્ષ થી સારી રીતે ઓળખે છે . શ્રુતિ દિપકભાઈ ની સૌથી મોટી દીકરી છે . પાર્થ ખૂબ જ ચપળ અને હોશિયાર છે અને ભારત ભૂમિ ની સેવા કરવાની પ્રબળ ઈચ્છા ધરાવે છે આ વાતની જાણ શ્રુતિ ને રમેશ ભાઈ દ્વારા થઈ હતી. તેથી શ્રુતિ એ તેની ઑફિસમાં પાર્થને મળવા બોલાવ્યો છે.