પ્રણામ, નવલકથા લખવાનો આ પહેલો પ્રયાસ છે આપણી આસપાસ ઘણી ઘટનાઓ ઘટે છે તેમાંની કોઈક હ્રદયને સ્પર્શી જાય છે ને તેમાં જો આપણી કલ્પના ના રંગો પૂરીએ તો નવલકથા રચાય જાઈ છે. નવલકથા વિશે : એક એવી વ્યક્તિ કે જેને આપણે આપણાં જીવનનો આદર્શ વ્યક્તિ માનતા હોઇ તે જાણ્યે અજાણ્યે આપણને દુઃખી કરી જાય છે...! ત્યારે અસ્તિત્વ જાણે અંધકારમાં ડૂબી ગયું હોય તેવું લાગે છે આ અંધકાર ને દૂર કરવા એક ઓજસ પોતાની રોશનીના રંગો વિખરવી રહ્યું છે... રાધિકા ને પણ આ જ રંગ ની જરૂર છે બસ... રાહ છે તો તેની આંખો ખોલવાની