રાઈટ એંગલ પ્રકરણ–૧૩ કશિશને આંચકો લાગ્યો. એને એમ હતું કે કૌશલ બહુ બહુ તો ના પાડશે કે પછી બીજી વાત કરશે એના બદલે એને જ આરોપીના પીંજરામાં મૂકી દીધી. આ સાત વર્ષના લગ્નજીવનમાં કદી કૌશલ ગુસ્સે થયો ન હતો અને આવી રીતે તો કદી બોલ્યો જ નહતો. એક બાબતથી એ આટલો બધો આકરો કેમ બની જાય છે? જ્યારથી એ વિષય બન્ને વચ્ચે આવ્યો હતો ત્યારથી આજસુધીનું કૌશલનું નિર્લેપ વલણ એને ખૂંચ્યું જરુર હતું. પણ આજના એના બોલે એના દિલમાં શારડી ફેરવી દીધી હોય એવી વેદના થઇ. જેના પર વિશ્વાસ કરીને એ આ ઘરમાં આવી હતી એણે જ એના પર આરોપ