આરાધ્યા સ્ટેજ પર આવી રહેલાં વ્યક્તિને જોવાનો પ્રયત્ન કરવાં લાગી. રોશનીની એ ઝબૂક ઝબૂકે એની આંખો અંજાવી દીધી છે... ત્યાં જ જેણે એની સાથે વાત કરી હતી એ વ્યક્તિ પોતે સ્ટેજ પર હતો અને સાથે જ એ વ્હીલચેરવાળી વ્યક્તિ પણ એની સાથે જ સ્ટેજ પર ઉપસ્થિત જોવાં મળી... આરાધ્યાએ કાન સરવા કર્યા ત્યાં જ માઈકમાં અવાજ શરૂં થયો.." હેલ્લો એવરીબડી !! હું છું ડૉ. નયન આહુજા ને આ મારાં ફાધર છે કૌશલ આહુજા..." ત્યાં જ તાળીઓના ગડગડાટથી લોકોએ એમને વધાવી લીધાં..ને હજુયે એ પડઘાં ત્યાં ગુંજી રહ્યા છે ત્યાં ફરી માઈકમાં બોલાયું, " વર્ષો પહેલાં મારાં ફાધર ધંધા માટે થઈને