હું સાવરણી

(16)
  • 3.6k
  • 1
  • 933

“ઓ...ઓ...ઓ...એક મિનિટ... એક મિનિટ. જરાક પગ ઊંચા લો, તમારા પગ નીચેથી કચરો લઈ લઉં.” “અરે...આમ શું જોઈ રહયા છો મારી સામે? મને ખબર છે કે હું અત્યંત પાંખેદાર છું, પણ અત્યારે મને કામ કરવા દો.” “હાશ... હવે આવો!! ઓસરી મસ્ત સાફ થઈ ગઈ. પધારો...પધારો!! “અરે હજુ મારી સામેથી નજર નથી હટતી? મને ઓળખી કે નહિ? “હે? અરે હું સાવરણી. કુંવરબાના ઘરની સાવરણી” “આજે થોડી અલગ લાગુ છું ને? હમમ... હજી જુનીની જગ્યાએ મને આવ્યે વરસ જ થયું છે” “અમારા મેડમ?...હમણાં આવશે. એટલીવાર બેસો તમે.” “કેમ છો તમે? આ પહેલા ક્યાં હતા?” મહેમાનથી ભૂલથી પુછાઇ ગયું. “ઓહોહો... તમે તો આત્મકથા વાળો