લોસ્ટેડ-8રિંકલ ચૌહાણ"ડેમ ઈટ, આધ્વી પિકઅપ ધી ફોન." જિજ્ઞાસા ગુસ્સામાં ડેશબોર્ડ પર હાથ પછાડે છે. ચિરરરરરરરરર.... ટાયર ઘસાવાના કર્કશ અવાજ સાથે એક જોરદાર બ્રેક લાગે છે અને માથું ડેશબોર્ડ પર અફળાવાથી જિજ્ઞાસા ના માથા માંથી લોહી વહેવા લાગે છે. નસીબ જોગે પાછળ કોઈ વાહન ન્હોતું એટલે જિજ્ઞાસા બચી ગઈ. પણ એની આંખોએ જે જોયું હતું એ સામાન્ય ન્હોતું.જિજ્ઞાસા ની કાર પાલનપુર તરફ પુરપાટ દોડી રહી હતી. અચાનક એની નજર રોડ પર દૂર એની ગાડી આગળ ઉભેલી એક છોકરી પર પડી. એ છોકરી જિજ્ઞાસા તરફ જોઈને હસી અને પળવારમાં ગાયબ થઈ ગઈ. અને ગભરાહટમાં એનાથી બ્રેક લાગી ગઈ. એણે આંખો ખોલી સામે