જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ - ૬ જ્યારે તેને એવું લાગ્યું કે કદાચ તેને ઠંડી લાગી રહી છે ત્યારેતો તે પોતાની જાતને અત્યંત અસમર્થ માણવા લાગ્યો. લીઝા સતત વરંડામાં જઈને સામે શું થઇ રહ્યું છે એ જોઇને તેના રૂમમાં આવીને તેના વિષે બોલીબોલીને તેને હેરાન કરતી રહી. રાત્રીભોજના સમયે તેણે રાઈનો મલમ લગાડ્યો. હે વાચક, આ બધું કેટલું કંટાળાજનક હોત જો મારી હિરોઈનના ઘરની સામે પેલી વિલા ન હોત! લીઝાએ આખો દિવસ વિલાને જોઈ અને આખો દિવસ હસતી રહી, ખુશ થતી રહી. રાત્રે દસ વાગ્યે ઇવાન પેત્રોવીચ અને મિશુત્કા માછલીઓ પકડીને પરત આવ્યા અને નાસ્તો