(આગળ આપણે માહીનો જે અધૂરું લેટર મુકયોતો તેની વાત કરીએ ) તમારે પ્રેમની મૂંગી પરિભાષા શીખવી હોય તો પરવાનાને પૂછો.... કે બળી જવા છતાં કેમ કંઈ બોલ્યું નહીં ?... પીંગળતી મીણબત્તીને પૂછો..કે પિંગળી જવા છતાં કેમ કંઈ થયું નહીં ?....તરસતા ચાતકને પૂછો... કે ચોમાસા લગી કેવી રીતે જીવી શકે છે ?...દરિયાના નીરને પૂછો ...કે જમીન પર વહેતા વહેતા તું આકાશના ચાંદ સાથે કેમ આકર્ષાય છે ?...અને ભરતીઓટના નવા રૂપમાં ફેરવાય છે ?...પૂછો શેવાળને કે જળ સાથેજ કેમ સુકાય છે ?..પૂછો કિનારે પડેલા પથ્થરને કે પાણીના સ્પર્શ છતાં કેમ કોરોજ રહે છે ?...પૂછો રામને કે સીતાની મૂર્તિ