બપોરના ૩ વાગી રહ્યા હતા, સ્મૃતિને ૩:૧૫ ના આવવાનુ કહેવામાં આવ્યું હતું. મિહિર ત્રિપાઠી ક્યારના તૈયાર થઈને બેઠા હતા અને વિચારી રહ્યા હતા કે સ્મૃતિના સવાલ કેવા હશે. એ એમના વ્યક્તિગત જીવન વિશે પૂછી લેશે તો પોતે શું જવાબ આપશે? પોતે એ સવાલને ટાળી પણ શકે છે પણ કદાચ એ એમનાથી થશે કે નહિ. આ વિચારોમાં જ ૧૫ મિનિટ ક્યાં ગઈ એ ખબર જ ના પડી ત્યારે જ બહારથી નીતીશનો અવાજ આવ્યો.નીતીશ : પપ્પા ચાલો, મિસ સ્મૃતિ આવી ગયા છે અને નીચે તમારી રાહ જુએ છે.આ સાંભળી મિહિર ત્રિપાઠી બહાર આવ્યા. નીતીશ હજી પણ ત્યાં જ ઊભો હતો જાણે કઈક