ઇશાન તે દુકાનદાર પાસે પહોંચ્યો, જેણે શ્વેતાને બે દિવસ પહેલા સ્કૂલ તરફ જતા જોઇ હતી. તેણે વિચાર્યું કે જો શ્વેતા, જેને તે સ્કૂલમાં મળીને આવ્યો હતો તે ત્રણ વર્ષથી નોકરી કરતી હતી. તો દુકાનદારે કેમ શ્વેતા, તેની પત્નીના ફોટાને ઓળખ્યો હતો? ‘અરે...ભાઇ! તમે મને શ્વેતા મેડમ વિષે કહ્યું હતું ને, બે દવસ પહેલાં હું અહી તેમને શોધવા આવ્યો હતો.’, ઇશાને દુકાનના પ્રવેશદ્વાર પર ગોઠવેલા કબાટ પર હાથ ટેકાવ્યા. સામાન્ય રીતે કરીયાણાની દુકાનમાં પ્રવેશદ્વાર પાસે જ કમર સુધીની ઊંચાઇ ધરાવતા ટેબલની ઉપર એલ્યુમિનિયમના બનેલા ડબ્બાઓ ગોઠવેલા હોય છે. તેમજ