કામાંધ બનેલો નયન પિયાની જિંદગી વેરણછેરણ કરીને પોતાની હવસને સંતોષવા માટે જેવો પિયાનો હાથ પકડીને એ પલંગ પર બેસવા ગયો કે પાછળથી એક ઝાટકાથી કંઈ એનાં પીઠ પર આવીને પડ્યું ને એકદમ એની પિયાની પકડ ઢીલી પડી ગઈ...ને એ પલંગ પરથી સફાળો નીચે ઉતરીને રૂમમાં જોવાં લાગ્યો. પિયાને તો શું કરવુ એ સમજાયું નહીં બસ એ મનોમન પોતાનાં ઈષ્ટદેવને યાદ કરવાં લાગી. નયન આજુબાજુ જોવાં લાગ્યો પણ કંઈ દેખાયું નહીં...એક ભાગવાની કોશિશ કરતી પિયાનો હાથ ફરી એકવાર જોરથી પકડી લીધો ને બોલ્યો," ક્યાં જાય છે બકુ ?? હજું તો શરૂઆત જ નથી થઈને તું ક્યાં જઈ રહી છે. મારાં કેટલી