આર્યરિધ્ધી - ૪૬

(28)
  • 3.1k
  • 2
  • 1.1k

સંધ્યાને જોઈને ક્રિસ્ટલ અને મેઘનાને અજીબ લાગ્યું પણ તે બંનેમાંથી કોઈએ કઈ કહ્યું નહીં. સંધ્યા ભૂમિને ગળે મળી ત્યારબાદ ભૂમિએ સંધ્યાને મેઘના અને ક્રિસ્ટલનો પરિચય આપતા કહ્યું, “આ મેઘના છે, રાજવર્ધનની પત્ની અને આ ક્રિસ્ટલ છે, આર્યવર્ધનની ફિયાન્સી.” મેઘનાનો પરિચય મેળવ્યા પછી સંધ્યાએ મેઘના અને ક્રિસ્ટલ સાથે હાથ મિલાવ્યો.સંધ્યા બોલી, “ભૂમિ, રાજવર્ધન ક્યાં છે?” એટલે તરત ભૂમિએ જવાબ આપતાં કહ્યું, “રાજવર્ધન, અત્યારે લેબમાં છે.” આ સાંભળીને સંધ્યા બોલી, “oky, તમે બધા લેબમાં જાવ, હું ફ્રેશ થઈને આવું છુ.” આટલું કહીને સંધ્યા તેના રૂમ તરફ ચાલી ગઈ. સંધ્યાના ગયા પછી ક્રિસ્ટલે ભૂમિને પૂછ્યું, “આ યુવતીનો ઇંડિયન છે તો તે રાજકુમારી કઈ રીતે