સિધ્ધસંત શ્રી ફક્કડાનાથબાપા - ૪

  • 8.5k
  • 6
  • 2.8k

ગત અંકથી ચાલુ હવે જોઈએ રામગર સ્વામી બાપાએ ફકડાનાથ બાપા ને આશ્રમ માથીઅલગ બીજી જગ્યાએ જય અને ભક્તિનો પ્રસાર-પ્રચાર કરવાનો આદેશ આપ્યો. ત્યારે એ સદારામ માથી પૂજ્ય સિધ્ધ સંત શ્રી ફકડાનાથ બાપા કઈ રીતે બન્યા એ કથા હવે આપણે જોઈએ. ગુરુએ આપેલા મંત્રનુ રટણ કરતા કરતા બન્ને ભાઈઓ ત્યાંથી ચાલ્યા છે અને બરવાળા થોડોક આરામ કરી અને ચાલતા ચાલતા જમરાળા ગામની નજીક આવે છે. ત્યાં બન્ને ભાઈઓ આવ્યા અને જેવા જ નદી ઉતરવા જાય છે ત્યાં નદી ને અધવચ્ચે આવતા જ શ્રી સુર્યનારાયણ ને અસ્તાચલ પર બિરાજેલા જોયા, એટલે કે સૂર્યાસ્ત થવા આવ્યો હતો અને પશ્ચિમ દિશામાં સૂર્યદેવ અદ્રશ્ય થતા હતા