અંતિમ ઈચ્છા - ભાગ ૪

  • 4.3k
  • 1
  • 1.5k

અધ્યાય ૪ ફરી રહયા છે ! ફરી રહયા છે !ફરી રહયા છે ! પ્રાણવાયુનો જથ્થો નિરંતર ઘટતો જ જતો હતો અને અવકાશમાં સાવ વજનરહિત અવસ્થામાં કલાકો સુધી તરતો રહેલો ઋષિ માનસિક અને શારીરિક રીતે સાવ ભાંગી પડયો હતો. બેભાન જેવી હાલતમાં, પોતાના આખરી સમયમાં, ગોમતીબાએ કહેલી એ સપ્તર્ષિ-કથા વાગોળતા વાગોળતા ઋષિ લવી રહ્યો હતો. ફરી રહયા છે ! ફરી રહયા છે ! ફરી રહયા છે ! ઋષિ એના સ્પેસશૂટમાં અધમૂઆ જેવો જ પડયો હતો અને કોઈ જ નામ-સરનામા વગરની અવકાશયાત્રા કરી રહયો હતો. કાયમ બધા સાથે હળી-મળીને સંપથી રહેતા ઋષિને એકલતા જાણે અંદરથી કોરી ખાવા લાગી હતી. જો એને કાંઈ