મિત્ર અને પ્રેમ - ભાગ ૧

(15)
  • 7.2k
  • 3.3k

આકાશને આજે વાંચવામાં જરાક પણ મન નહોતું લાગતું. એક અઠવાડિયા પછી યુનિવર્સિટીની પરીક્ષા ચાલુ થવાની હતી. પરંતુ તેને વાંચવામાં આજે જરાક પણ રૂચી નહોતી. તે દર્શનને ફોન કરે છે. દર્શન અને આકાશ સ્કૂલ સમયથી જ એકબીજાના ખાસ મિત્ર હતા. જ્યારે પણ આકાશને કોઈ મુંઝવણ કે પ્રશ્ન હોય ત્યારે તે દર્શનને જણાવતો. એવીજ રીતે દર્શનને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તે આકાશને જણાવતો. બોલ ભાઈ... : દર્શને પુછ્યું યાર વાંચવામાં જરાક પણ મન નથી લાગતું ચાલને મુવી જોવા જઈએ : આકાશે કહ્યું અત્યારે ? હા તો શુ થઈ ગયું... રાત્રે મુવી જોવા ના જવાય? અરે અઠવાડિયા પછી યુનિવર્સિટીની પરીક્ષા છે