કેમ છો મિત્રો? મને ખબર છે! તમે બધાં ઘરે જ હશો લોકડાઉન છે તો. પણ તમારા માટે તો ફક્ત થોડા સમય નું લોકડાઉન હશેને? પણ મીનાતો જન્મી એટલે કે છેલ્લા વીસ વર્ષથી લોકડાઉનમાં જ જીવે છે. એટલે તમે એવું ના વિચારતા કે આ વળી કેવું લોકડાઉન હશે! પણ આતો પોતાના પરિવારના રીત -રિવાજો અને તે એક દિકરી છે એ માટે મીનાને ઘરની બહાર જવાની કે ઘરનો ઉમરો ઓળંગવામા મર્યાદાનો ટોપલો આડે આવે છે. મીનાના પપ્પા એટલે કે હસમુખભાઈ. નામેથી તો હસમુખભાઈ પણ છેલ્લે ક્યારે હસેલા તે એમના પરિવારને પણ યાદ નહિ હોઈ! વળી તેમને થશે આતો કેવા હસમુખભાઈ? પણ નાના