સંબધોની મર્યાદા - પ્રકરણ 2 - આંશીના પડઘામાં માલિની

(15)
  • 2.8k
  • 1
  • 1.4k

"ચેતન્ય, મને છોડી ને ક્યારેય પણ જતો નહીં, હું તારા વગર નહીં રહી શકું" બાગમાં બેઠા જેમ ફૂલો સુગંધ બનીને ખીલી ઉઠે તેમ આંશી અને ચેતન્ય ખીલી ઉઠ્યા હતા. આંશી ની આંખોમાં, ભીતરમાં લાગણીઓ, વસંતમાં કૂંપળો ફૂટે તેમ ફૂટી નીકળી હતી. "તને છોડીને ક્યાં જવાનો છું, પ્રત્યુતર આપ્યો" અને આંશી નિરાંત અનુભવતી હોય તેવી રીતે તેને ગળામાં હાથ ભેરવીને બેસી ગઈ.. આંખ આગળથી દ્રશ્ય ખસવાનું નામ લેતું ન હતું. રહીરહીને માલિની નો ચેહરો આડે આવી જતો અને આંશી ભુલાઈ જતી. માલિની ને બેશક બધી જાણ હતી. એટલે હંમેશા એવો જ પ્રયત