શ્રદ્ધા ની સફર - ૪

(21)
  • 4k
  • 2
  • 1.7k

પ્રકરણ-૪ મિત્રો ની સફરશ્રદ્ધા ની શાળા છૂટ્યા ને એક કલાક જેટલો સમય થયો છતાં શ્રદ્ધા શાળાએથી આવી નહોતી એટલે ઘરના બધા સદસ્યો ને એની ખૂબ ચિંતા થવા લાગી. વિશેષ તો શ્રદ્ધા ના દાદીને એની ખૂબ ચિંતા થતી. એમણે ચિંતાતુર સ્વરે પોતાના દીકરાને કહ્યું, "જા, બેટા, તું શ્રદ્ધા ની સ્કૂલમાં જઈ અને તપાસ કર એ હજુ કેમ નહીં આવી હોય? મને એની બહુ ચિંતા થાય છે."પોતાની સાસુની આવી વાત સાંભળીને તરત જ કુસુમબહેન બોલ્યા, "બા, એટલે જ અમે બંને તમને એને એકલી સાયકલ પર મોકલવાની ના પાડતા હતા પણ તમે જીદ કરી એટલે અમે એને જવા દીધી. એને કંઈક થઈ ગયું