ખાના ખરાબી - 2

(12)
  • 2.8k
  • 1
  • 1.1k

"કેમ આજે સર સોફા પર લાંબા થઈને પડ્યાં છે તબિયત સારી નથી ?" ધનંજય મહેતાના સેક્રેટરીએ સવારમાં બંગલાની અંદર પ્રવેશતાની સાથે ઢીલાઢસ થઈને પડેલા મહેતા સરને જોઈને પૂછ્યું. "ગઈ કાલ અડધી રાતથી જ તેમની તબિયત ખરાબ થઈ ગઈ છે. ઝાડા-ઉલટી એ તો તેમને સુવા જ નથી દીધા." શુભ્રાદેવી ચિંતામાં જણાતા હતા. "તો પછી ડોક્ટરને બોલાવ્યા કે નહીં ?" "હા, વહેલી સવારમાં જ તેઓ આવીને ગયા છે. થોડીક તબિયત હવે સારી જણાય છે પણ આજે આખો દિવસનો આરામ ફરમાવીને ડોક્ટર સાહેબ ગયા છે." "તો, પછી આજની બધી અપોઈન્ટમેન્ટસ અને મીટીંગ કેન્સલ, ઠીક છેને સર?" સેક્રેટરીએ અનુમતિ માંગી. "હા, હા બરોબર છે. તબિયત