આત્મમંથન - 5 - દસ દાણાં સીંગ

(11)
  • 4.1k
  • 3
  • 1.7k

દસ દાણાં સીંગ આજે રવિવાર નો દિવસ આરામ થી સૂતો હતો. ઘરમાં બધા ને ખબર પપ્પાને એક દિવસ આરામ મળે. બાકી દરરોજ તો ઓફિસ દરમ્યાન ભાગદોડ રહે. સવાર ના આઠ થી સાંજ ના સાત સુધી ખડે પગે. ઓફિસ પણ ઘરથી ૧૨ કિલોમીટર દૂર. શહેરોમાં ટ્રાફિક વધતો જાય, એમાં વસ્તી વધારો તો કૂદકે ને ભૂસકે વધે, ધણીવાર વિચાર આવે આટલા બધા માણસો આવતા ક્યાંથી હશે. શહેરીકરણ નો મોટો ગેરફાયદો ચારેબાજુ ભીડ, ગંદકી, પ્રદુષણ તેમાં પાછા વાહનો એ માઝા મૂકી, દરેક ને પોતાનું વાહન જોઇએ. આધુનિકરણ પાછળ લોકો એ આંધળી દોટ મૂકી છે. હજુ મારી આંખ પણ નથી ખૂલી, ને પત્ની નો