અમે બેંક વાળા - 15 - લાજવંતી

  • 3.5k
  • 1.6k

લાજવંતી(અત્રેનાં પાત્રો વાચકો ઓળખી જાય તો મૌન રહે. પાત્રોની ક્ષમાયાચના. જો ચાલીસ વર્ષ પહેલાંની ઘટનાનાં પાત્રો ઓળખી જનારા પડ્યા હોય તો આ તો નજીકની ઘટના કહેવાય. ઉદ્દેશ એ વખતનાં બેંકનાં વાતાવરણનું દર્શન અને હળવાશ ભર્યો પ્રસંગ કહેવાનો છે. અન્ય પ્રસંગોની જેમ પ્રસંગ કથા માણીને આનંદ કરાવવાનો જ ઉદ્દેશ છે.)1994 થી 1997 ચાર વર્ષ હું મસ્કતી માર્કેટ શાખામાં હતો. ગોલ્ડન પિરિયડ ગણી લો. બ્રાન્ચ પણ સારી, કામમાં પણ ખોટું વૈતરું નહીં. સ્ટાફ સભ્યો બધા મારા મિત્રો બની ગયેલા. એમ કહો કે એક જાતની ધીંગામસ્તી કામ સાથે થયા કરતી. હું સ્કેલ 2 કેડરમાં થોડો સિનિયર હતો. એક થી બીજે છેડે ઘરર.. કરી સરકતાં