(( ભાગ ૨ માં આપણે જોયું કે ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી રોહિત ની પૂછપરછ કરે છે પણ કઈ એવું શંકાસ્પદ લાગતું નથી. ત્યારબાદ સબ ઇન્સ્પેક્ટર પાંડે બાકીની તપાસ નું રિપોર્ટિંગ કરવા માટે આવે છે. તે વખતે ફોરેન્સિક લેબ માંથી ફોન આવે છે કે મિસ્ટર અવસ્થી ના હાથ ની આંગળીયો પરથી એક ડી. એન. એ. મળ્યું છે......હવે આગળ.......)) ડૉક્ટર સાળંકે:- (ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રીને પોતે જ રિપોર્ટ લેવા માટે આવતા જોઈને) શું વાત છે આ તો ઇન્સ્પેક્ટર સાહેબ પોતે આવ્યા છે ફોરેન્સિક રિપોર્ટ લેવા માટે? લાગે છે કેસ ઇન્સ્ટ્રેસ્ટિંગ થઇ ગયો છે! ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી :- હા આજે મિસ્ટર પાંડેને જરા બીજા કેસની તપાસ માટે મોકલ્યા