(જંગલમાં વાઘનો શિકાર કરવા જવા માટે તૈયાર થયેલા ચારેય ભાઈબંધ સન્નીને મોંઢે માસ્ક ચોંટી ગયું અને પછી એને ખેંચીને કાઢવા જતા એ નીચે પડીને તૂટી ગયું એ જોઈ અચંબિત હતા. હવે આગળ...)બધાની નજર પડીને તૂટી ગયેલા માસ્ક ઉપર ચોંટી હતી. શું બની ગયું? કેવી રીતે બની ગયું એ એક જ વિચાર સૌના મગજમાં ચાલી રહેલો સિવાય એક સન્ની. એ હસી રહ્યો હતો. બધાને પૂતળાની જેમ સ્થિર ઊભેલા જોઈને એ જોર જોરથી હસી પડ્યો...“મજાક હતી ભાઈ!" હસવાનું માંડ માંડ રોકીને એનાથી આટલું બોલી શકાયું. સાગરે સન્નીનો કોલર પકડી એને પોતાની તરફ ખેંચતા કહ્યું, “છટકી ગયું છે સાલા? તારા નાટકને લીધે આ એક