અનમોલ રતન

(185)
  • 11.3k
  • 10
  • 3.3k

અનમોલ રતન રઈશ મનીઆર નિમેષ અને અમિતા દિલ્હીની એઈમ્સ હોસ્પીટલમાં બેઠા હતા. કાકાનો ફોન આવ્યો, “રિટર્ન ટિકિટનું શું કરવાનું છે?” નિમેષે કહ્યું, “કાકા, એમ.આર.આઈ.નો રિપોર્ટ લેવા જ આવ્યા છીએ. રિપોર્ટ આવે પછી ખબર પડે ઓપરેશનનું શું કહે છે!” ભીડ ખાસી હતી. દિલ્હીમાં આજે એમનો આ પાંચમો દિવસ હતો. રેડિયોલોજી ડિપાર્ટમેન્ટના વેઈટિંગ રૂમમાં ચાઈનીઝ દેખાવવાળી છોકરી કાલે પણ જોઈ હતી. આજે પણ જોઈ. આણંદ નજીકના કોઈ ગામડેથી દિલ્હી જેવા સાવ અપરિચિત એવા મોટા શહેરમાં આવેલા આ નાના ગામના રહેવાસીઓની ચકિત આંખોને કોઈ બીજીવાર મળે