બ્લડ ઓફ લવર ( પ્રેત રોમાન્સ કથા)

(82)
  • 6.8k
  • 6
  • 1.9k

II બ્લડ ઓફ લવર્સ II ( પ્રેત રોમાન્સ કથા) વિભાવરી વર્મા “ક્યાં સુધી ?..... ક્યાં સુધી આમ પ્રેત બનીને આપણે એકબીજાને પ્રેમ કરતાં રહીશું ?” શહેરથી દૂર એક ઉજ્જડ ટેકરીની ટોચે, સૂકાઈને સાવ જાળાં જેવું બની ગયેલું એક વૃક્ષ છે. વૃક્ષના વિશાળ થડને વીંટળાઈને જે દોરડાં જેવી વેલો છેક ઉપર સુધી ચડેલી હતી એ પણ સૂકાઈ ગઈ છે. નામ વિનાના આ રહસ્યમય વૃક્ષના મોટાં મોટાં પાદડાં પણ એટલી હદે સૂકાઈ ગયા છે કે પાંદડાની નસેનસ જોઈ શકાય. એ વૃક્ષની ડાળી ઉપર બે પ્રેત બેઠાં છે. એક નરપિશાચ છે જે પ્રેતયોનિમાં ‘વીરભદ્ર’ નામે ઓળખાય છે. બીજી ચૂડેલ છે જે અતિશય સુંદર