ભાર વિનાનું ભણતર

  • 24.3k
  • 3
  • 10.4k

આજે સૌથી મહત્વનાં વિષય પર વાત કરવી છે! વિષય મહત્વ નો પણ છે અને એનું મુલ્ય દરેક ને ખબર જ છે. ભણતર એટલે શુ? ધોરણ એકથી (હવે તો નર્સરી પણ પ્રવેશી) કોલેજ કે પછી માસ્ટર ડિગ્રી કરી એટલે ભણતર પુર્ણ થઈ ગયું? શું ચાર પાંચ વિષયો અને 50-60 પાઠો ભણ્યા એટલે ભણાય ગયું? અને આજે વાસ્તવમાં ડિગ્રી નાં થોકડા ને જ ભણતર કહેવામાં આવે છે. લોકો ડિગ્રી ને જ ભણતર માનતાં થઈ ગયાં છે. જેટલી ડિગ્રી વધારે એટલું ભણતર વધારે એમ માનવામાં આવે છે. જેનાં ટકા કે ગ્રેડ ઓછો એને નબળો માનવામાં આવે છે એની સાથે એવું વર્તન કરવામાં આવે