પ્રભાત થઈ સવાર પડી રહ્યું હતું. ફળિયાની વહુવારુને ઘણા દૂધ રેડવા ડેરીએ જતા હતા. અને ઘણા ભાઈઓ દાતણ ને લોટો લઈ ગુયા તરફ જઈ રહયા હતા. અને ઘણા મોટી ચોકમાં બેઠા હતા. તો બીજા કઈક ઘરના કામકાજ કરતા હતા. સવારે આઠ વાગ્યાની આજુબાજુ કાન્તિ બામણ સાઇકલ સૌની સ્પીડે લઈને આયો. કાન્તિ મહારાજે ડેરીએ બેઠેલા વાઢા માં ના એક એટલે ચકા ભુવાને કહ્યું . અલ્યા ચકલા ઘરે જા તારું કામ સે ઝટ જા હું ઘરે જઈને ચા પિયને આયો ચકો તો ડેરીથી ઉભો થઈને કે, આ કાંતયાને શું કામ હશે ? ઘેર ગયો..કાંતિએ ચકાના ઘરે જઈ એની માં ને કીધું હિરિકાકી