પ્રિત એક પડછાયાની - ૫૩

(34)
  • 3.9k
  • 7
  • 1.5k

નયન બહાર તો કુદી ગયો બીકમાં પણ કુદતા જ એને પગમાં થોડી ઈજા થઈ પણ પોતાનો જીવ બચાવવા અને બદનામીથી બચવા ઝડપથી ઉભો થયો અને એક પાછળની દિવાલ કુદીને ધીમેથી હોસ્પિટલનાં એ પાછળનાં ભાગમાં પહોંચી ગયો. ઘનઘોર અંધારૂં છે બહાર. ડર તો બહું લાગી રહ્યો છે પણ કોઈ વિકલ્પ નથી. તેને તો એમ જ છે કે સૌમ્યા જ ઉઠીને દરવાજો ખખડાવી રહી હતી. એને જેક્વેલિનની તો કંઈ ખબર જ નથી..આખી રાત ત્યાં ગભરાતો ત્યાં આંખોની ઉંઘની હડસેલતો તે ત્યાં બેસી રહ્યો. સવારે પરોઢ થાય એ પહેલાં જ એ ત્યાંથી કોઈને ખબર ન પડે એમ પલાયન થઈ ગયો અને જ્યાં સિમોનીને