' પ્રેમમાં પ્લસ➖માઇન્સ ' ??????પુરી કલાસરૂમ ખાલી થઈ ગઈ હતી . ઉદાસીનું આવરણ ઓઢીને બેઠેલો રજત પોતાની બેંચ ઉપરથી પરાણે ઉભો થયો . ત્યાં એની નજર ડેસ્ક પર પડી , જ્યાં કોઈ પોતાની નોટબુક ભૂલી ગયુ હતુ . નોટબૂકના પેજ આમથી તેમ કરતા જોયું ... ' નામ વગરની નોટબુક ?? , નોટબૂકના છેલ્લા પાને અમુક શબ્દો નજર પડ્યા .. રજત વિચારવા લાગ્યો .. ' જેની પણ હોય હમણાં તો લઈ જ લઉ... ,કોલેજનો પૂરો સ્ટાફ , પટ્ટાવાળા બધા જ ઘેર જવાની ઉતાવળમાં હતા . પરંતુ રજત માટે તો ઘર એટલે કેદખાનું , ઘેર જઈને વાતો કરવા વાળું કોણ ? , એના માટે તો