આર્યરિધ્ધી - ૪૫

(26)
  • 3.2k
  • 1
  • 1.1k

રિદ્ધિ બાથરૂમાંથી બહાર આવી ત્યારે તેના બધા કપડાં ભીના થઈ ગયા હતા પણ તેનું મન પ્રફુલિત થઈ ગયું હતું. બીજી બાજુ લેબમાં રાજવર્ધન મેઘના , નિધિ અને ખુશી સાથે વાત કરી રહ્યો હતો ત્યારે મેઘના પર ભૂમિનો કોલ આવ્યો એટલે મેઘના ઝડપથી રિદ્ધિના રૂમ તરફ ગઈ.ભૂમિ અને ક્રિસ્ટલ રિદ્ધિના રૂમની બહાર મેઘનાના આવવાની રાહ જોવા લાગ્યા. પાંચ મિનિટ પછી મેઘના ભૂમિ પાસે પહોચી ગઈ. ભૂમિને મેઘના પોતાને બોલાવવાનું કારણ પૂછ્યું ત્યારે ભૂમિએ ટૂંકમાં મેઘનાને બધી વાત જણાવી દીધી એટલે મેઘના આખી પરિસ્થિતિ સમજી ગઈ. મેઘનાએ રિદ્ધિના રૂમનો દરવાજો નોક કર્યો તો તરત દરવાજો ખૂલી ગયો. એટલે મેઘના, ક્રિસ્ટલ અને ભૂમિ ત્રણેય