યારીયાં - 9

(33)
  • 3.9k
  • 3
  • 1.3k

આજે એનવીશાને જોયા પછી સમર્થને આખી રાત ઊંઘ નથી આવતી. થોડીવારે બારી પાસે જાય.... થોડીવાર પોતાના ફોનમાં સમય પસાર કરે... થોડીવાર ગેમ રમે... છતાં પણ તેનું મન આજે કોઈપણ વસ્તુમાં લાગતું નથી.આખી રાત સમર્થની નજરમાં એનવીશા નો ચહેરો ફરે છે. તે ખુદ પણ પોતાની જાતને તેના વિચાર કરતા રોકી નથી શકતો.જાણે એક અલગ પ્રકારનું આકર્ષણ પોતાને એનવીશા તરફ ખેંચતુ હોય એવું તેણે લાગે છે.એનવીશા નો એ ખૂબસુરત ચહેરો પોતાની આંખો બંધ કરતા જ સામે આવી જાય છે. તેના ખૂબ પ્રયાસ કરવા છતાં સમર્થ ને આજે ઊંઘ નથી આવતી.રાતે પોતાનું લેપટોપ ખોલીને એનવીશાનુ fb એકાઉન્ટ ચેક કરે છે. એનવીશાના પ્રોફાઈલ પિક્ચરને