સુંદરતા માટે સરળ ટિપ્સભાગ-૧૧સંકલન- મિતલ ઠક્કર ઉનાળામાં સુંદરતા માટે ચંદન સૌથી ઉપયોગી સાબિત થાય છે. તેને શ્રેષ્ઠ સનસ્ક્રીન ગણવામાં આવે છે. નેચરોપેથીના પ્રયોગ મુજબ ચંદન અને બદામનું તેલ ભેગું કરવાથી સનસ્ક્રીન તૈયાર થાય છે. આપણે જાણીએ જ છીએ કે તેના ગુણોને કારણે ચંદનનો ઉપયોગ સાબુ, પાઉડર, તેલ, ક્રીમ વગેરે અનેક વસ્તુઓમાં કરવામાં આવે છે. ખીલ અને તેના ડાઘ પર ચંદનનો લેપ લગાવવાથી તે ધીમે ધીમે દૂર થવા લાગે છે. ચહેરાની કાળાશ પણ દૂર કરે છે. એ માટે ચંદન અને બદામને કાચા દૂધમાં ઘસીને લગાવવાનું રહે છે. સપ્તાહમાં એક દિવસ વીસ મિનિટ માટે ચંદન ચહેરા પર લગાવવાથી વધતી ઉંમર સાથે પડતી કરચલીઓ