સુખ - હેપ્પીનેસ (૧૦)

  • 2.6k
  • 1
  • 1k

સુખ હેપ્પીનેસ – ૧૦ (કોરેનટાઈન) જીન્દગીમાં ક્યારેય એવો વિચાર કે કલ્પના કરી હતી કે દિવસો સુધી આરામ કરવો પડશે ? આરામ એટલે સંપૂર્ણ આરામ. કોઈ કામ નહી, ફરવાનું નહી, ઘરની બહાર જવાનું નહી, કોઈની આવવાની રાહ જોવાની નહી, કોઈને ત્યાં જવાનું નહી. કંટાળી જઈએ તો પણ હસવાનું. મનમાં બીક કે ડર તો થાય, ન થતો હોય તો પેલાં ટીવીના સમાચાર જોતાં થોડુંક મન ડહોળાય; સુરક્ષિત છો, ઘરમાં છો, તંદુરસ્ત છો છતાંય. કારણ દુનિયામાં બધાંના દિમાગ ઉપર કોરોના વાઇરસ છવાયેલો છે. છીંકે, ઉધરસ આવે, સર્દી જેવું લાગે તો મનમાં ઉત્પાત થાય. એક અદ્રશ્ય ડર સતત ડરાવે. રસ્તા ઉપર કોઈ અવરજવર નહી.