પ્રિત એક પડછાયાની - ૫૨

(48)
  • 3.7k
  • 5
  • 1.5k

વિરાજ અને સૌમ્યા રાશિ માટે શું કરવું વિચારી રહ્યાં છે. તેને ઘરે લઈ ગયાં પછી પણ હજું ભાનમાં નથી આવી અને ત્યાં નજીકમાં કોઈ એવી આધુનિક સારવાર મળે એવી સગવડ નથી. આથી એમણે થોડાં દિવસો નયનની વાત સ્વીકારીને રાશિને હોસ્પિટલમાં જ રાખવાનો નિર્ણય કર્યો. ઘણાં દિવસો સુધી બધાનું હોસ્પિટલમાં રહેવું શક્ય ન હોવાથી નિયતિ અને શિવાની રાશિને છોડીને જવાની ઈચ્છા ન હોવાં છતાં ઘરે ગયાં. હવે હોસ્પિટલમાં સૌમ્યા અને વિરાજ જ સાથે રહેવાનું નક્કી કર્યું. હવે સૌમ્યાની હાજરીમાં રાશિ પાસે જઈને પોતાની વાસના સંતોષવાનો તેનો રસ્તો અઘરો લાગ્યો. છતાં વિરાજ અને સૌમ્યાને કોઈને કોઈ રીતે કોઈ રિપોર્ટ કે સારવારને બહાને