ગુડ ન્યુઝ

  • 3.5k
  • 1.3k

આજે તા. 19મી જાન્યુઆરી, 2020 અને રવિવારનો દિવસ; ગાંધીનગરમાં સેક્ટર – 23 ખાતેના શ્રી અરવિંદ કેન્દ્રના પ્રાંગણનું આહલાદક વાતાવરણ... વાહ... ખરેખર અત્યારે તો ગુડ ન્યુઝ જેવા સારા વિચારો જ આવે તે સ્વાભાવિક છે. યોગા હોલની નીરવ શાંતિ, બહાર નીકળીએ એટલે ભરતનાટ્યમ્ શિખતા બાળકોનો સુંદર ધ્વનિ અને જગ્યાની પોતાની પવિત્રતા અદ્‌ભુત છે. બાજુમાં, શ્રી સ્વામીનારાયણ ભગવાનનું મંદિર છે, જ્યાં શ્રી હનુમાનજી મહારાજનું પણ આગવું મહત્વ છે. શ્રી રામચરિતમાનસમાં શ્રી તુલસીદાસજીએ ઉલ્લેખ કર્યો છે તેવો મંદ, શીતળ અને સુગંધી પવન સાથેનો હૃદયભાવ્ય માહોલ છે, તો ચાલો થોડી સારા સમાચાર (ગુડ ન્યુઝ)ની હકારાત્મક વાતો કરીએ. આમ તો ગુડ ન્યુઝ શીર્ષક વાંચતા જ તાજેતરમાં