એક સુંદર છોકરીની સાઈકલ સવારી આશ્રમરોડના ઈન્કમટેક્ષ સ્ટેન્ડની આસપાસ કોઈ ખાદીના ઝભ્ભાધારી યુવક કે યુવતી હાંફળા-ફાંફળા થઈને દોડતાં કે ઉતાવળે ચાલતા દેખાય તો સમજી લેવાનું કે અગિયાર વાગવામાં પાંચ-સાત મિનિટની જ વાર છે. ગૂજરાત વિદ્યાપીઠની ઉપાસના બરોબર અગિયારના ટકોરે શરૂ થાય. આ ઉપાસનામાં હાજરી આપવા વિદ્યાર્થીઓ હાંફળા-ફાંફળા થઈને દોડતા હોય છે. કારણ કે આખા દિવસની હાજરી ઉપાસનાથી જ થાય. ઉપાસના શરૂ થઈ જાય પછી ‘નો-એન્ટ્રી’. એ નિયમ બધાં માટે સરખો. અધ્યાપકો પણ બહાર ઊભા રહે. અમારા એક પ્રોફેસરે કહ્યેલું કે, એકવાર કોઈ કાર્યક્રમ માટે આવેલા ગુજરાત રાજ્યના પૂર્વ ગ્રૃહપ્રધાન સ્વ.હરેન પંડ્યા પણ મોડા પડતા બહાર ઊભા રહી ગયેલા. અડધા કલાક