આઈસ જેલ - ધ લાસ્ટ એસ્કેપ

(17)
  • 3k
  • 3
  • 1.2k

"ટ્રીન.. ટ્રીન...." રાતના લગભગ ૧:૨૦ વાગ્યે જનરલ કે.એસ.નંદાનો ટેલિફોન રણકી ઉઠ્યો.આંખો ચોળતા ચોળતા ફોન ઉઠાવતા જ આદેશ મળ્યો "જેમ બને તેમ ત્વરાથી RAWની ઓફિસે હાજર થવાનું છે ""ઓકે" કહેતાંની સાથે ફોન કટ થઈ ગયો.જનરલ માટે આ કોઈ નવી વાત નહોતી. અત્યાર સુધીમાં રો ના અનેક સિક્રેટ મિશનોમાં તેમને મહત્વનો ભાગ ભજવ્યો હતો.પણ આજે બોલાવવામાં આવેલી મિટિંગ વિશે તેઓ બિલ્કુલ અજાણ હોય એવું પહેલીવાર બન્યું હતું.વળી, તાજેતરમાં પાડોશી દેશો કે વિદેશોમાં ભારતનો કંઇ પ્રશ્ન ઉપસ્થિત થયો હોય, એવા પણ કોઈ સમાચાર ન હતા.વધુ સમય ન બગાડતા તે જવા રવાના થયા. થોડીક જ વારમાં જનરલ ' રો 'ની બહુમાળી આલિશાન ઇમારતમાં આવેલ