ગુમરાહ - ભાગ 3

(69)
  • 6k
  • 3
  • 3.9k

વાંચકમિત્રો આપણે બીજા ભાગમાં જોયેલું કે ઇન્સ્પેકટર જયદેવ સૂરજ દેસાઈને ગિરફ્તાર કરી લે છે અને સૂરજ દેસાઈ ઇન્સ્પેકટર જયદેવને ધમકી પણ આપે છે હવે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!ગુમરાહ - ભાગ 3 શરૂ"એ..ઇન્સ્પેકટર તમે મને આવી રીતે ગિરફતાર ના કરી શકો મારી પહોંચ ખૂબ જ ઉપર સુધી છે મને અત્યારે જ છોડી દો નહિતર આ ખાખી વરદી ઉતરાવતા મને વાર નહિ લાગે." સૂરજ દેસાઈ એકદમ ગુસ્સેથી જયદેવને ધમકાવતા બોલ્યા."એક ઓન ડ્યુટી પોલીસ ઇન્સ્પેકટરને ધમકાવવાના ગુનામાં શું સજા થઈ શકે તેની કદાચ ખબર નથી લાગતી તમને!તમે હું જેવો બહાર ગયો તમે જનકને ધમકાવી રહ્યા હતા અને મેં