અંગત ડાયરી - માસ્ટર પ્લાન

  • 5.1k
  • 1.8k

અંગત ડાયરી ============શીર્ષક : માસ્ટર પ્લાન લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૧૨, એપ્રિલ ૨૦૨૦, રવિવારક્યા કારણોથી ને કોના પ્રતાપે તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?નાનપણમાં જયારે પણ પૂછવામાં આવ્યું હોય કે ‘મોટો થઇને તારે શું બનવું છે?’ ત્યારે દર વખતે આત્મવિશ્વાસ સાથે અને બુલંદ અવાજે ‘ડોક્ટર’ શબ્દ ઉચ્ચારનાર વ્યક્તિ જિંદગી આખી કોઈ ફેક્ટરીમાં અકાઉન્ટ લખતો હોય, પાયલટ બનવા ઈચ્છતો વ્યક્તિ મ્યુઝિક ડાયરેક્ટર બની ગયો હોય, રેલ્વેમાં ટી.ટી. બનવાનું સ્વપ્ન સેવતો વ્યક્તિ ક્રિકેટર તરીકે રમ્યે રાખે, જેની સાથે લવમેરેજ કરવા માતા-પિતા અને સમાજ સામે બંડ પોકાર્યું હોય તેની સાથે છુટાછેડાનો કેસ ચાલતો હોય ત્યારે એક પ્રશ્ન બહુ ઊંડેથી